અમદાવાદ સિવિલમાં અચાનક કેન્સર વિભાગમાં લાગી ગઈ આગ

0
57

આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે કેન્સર વિભાગમાં અફરાતફરીનો માહોલ સર્જયો હતો. જો કે ફાયર વિભાગે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં કેન્સર વિભાગની જુની બિલ્ડીંગમાં આચાનક આગ ફાટી નિકળતા અફરા તફરી મચી જવા પામી હતી. દર્દીઓથી કાયમ માટે ખીચોખીચ રહેતી સિવિલ હોસ્પિટલનાં કેમ્પસમાં આગ લાગી હોવાનાં સમાચાર મળતાની સાથે ફાયર ફાઇટીંગ ટીમ ઘટના સ્થાળે ત્વરીતે પહોંચી ગઇ હતી. ચારથી વધુ ફાયર ફાઇટરની મદદથી તુરંત આગ પર કાબુ માળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા.

સિવિલનાં કેન્સર વિભાગમાંથી તમામ દર્દીને સુરક્ષીત બહાર કાઢી લેવામાં પણ આવ્યા છે. ઘટનામાં કોઇ જોનહાની નોંધવામાં આવી નથી. પ્રાથમિક અહેવાલ પ્રમાણે અહીં પણ શોર્ટ સર્કિટનાં કારણે જ આગ લોગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here