ગુજરાતનું સ્વર્ગ સમું ગિરિમથક સાપુતારા, જાણો ક્યા ક્યા છે પોઈન્ટ્સ

0
64

ફરવા લાયક સ્થળો,ખાસ કરીને પાણીના ધોધ કે પછી વહેતી નદીઓ પર ખેંચાતી સેલ્ફીઓ મોતનું કારણ બની રહી છે,ત્યારે ડાંગના જાણીતા પર્યટન સ્થળ સાપુતારામાં સેલ્ફી પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.ડાંગના સાપુતારાના વઘઇ સ્ટેટ હાઇવે પર સેલ્ફી ખેંચવા પર પ્રતિબંધ મુકાયો છે.સાવચેતીના કારણે ડાંગના સાપુતારાના કેટલાંક વોટર ફોલ અને હાઇવે પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ચોમાસુ શરુ થતાં જ સાપુતારામાં ફરવા આવનારા લોકોની સંખ્યામાં અચાનક વધારો થઈ જાય છે. વરસાદને કારણે સાપુતારામાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે, ત્યારે અહીં ફરવા આવતા ટુરિસ્ટ પણ જુદી-જુદી જગ્યાએ સેલ્ફી લેવાનું ચૂકતા નથી. જોકે, ક્યારેક આ સેલ્ફી તેમના માટે જીવલેણ પણ સાબિત થતી હોય છે.

સેલ્ફીના આ ખતરાને ધ્યાનમાં રાખતા ડાંગ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કેટલીક જગ્યાઓ પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

સાપુતારામાં ચોમાસુ આવતા જ ટુરિસ્ટોનું ઘોડાપૂર ઉમટી પડે છે. લોકો વરસાદને કારણે જીવંત થઈ ઉઠતા પાણીના ધોધ, પર્વતો તેમજ હાઈવે પર સેલ્ફી પણ લેતા હોય છે. જોકે, ગયા વર્ષે સેલ્ફી લેવાના ચક્કરમાં જ ચંદ્રસિંહ જાધવ નામના એક યુવકનું ખીણમાં પડી જવાના કારણે મોત થયું હતું. ચંદ્રસિંહ જાધવ સાપુતારાના સૌથી ઉંચા પર્વત પર પોતાના દોસ્તો સાથે સેલ્ફી લઈ રહ્યો હતો ત્યારે તેની સાથે આ દુર્ઘટના બની હતી.

ડાંગના કલેક્ટર એનકે ડામોરે જણાવ્યું હતું કે, વઘઈ-સાપુતારા સ્ટેટ હાઈવે પરથી સાપુતારાનો સંપૂર્ણ નજારો દેખાય છે. અહીં ટુરિસ્ટ મોટી સંખ્યામાં સેલ્ફી લેવા ઉભા રહે છે. જોકે, તેમ કરવું ખૂબ જ જોખમી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ હાઈવે પર તેમજ સાપુતારાના અમુક ચોક્કસ સ્પોટ પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.મહત્વનું છે કે, સેલ્ફી બાદ હવે લોકોમાં ટીક-ટોક પર વિડીયો અપલોડ કરવાનો પણ ગાંડો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

આ વિડીયો શૂટ કરવામાં ક્યારેક લોકો પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે, અને તેના કારણે અનેક લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. ખાસ કરીને ટુરિસ્ટ સ્પોટ પર લોકોનું ધ્યાન તે જગ્યાને જોવા અને માણવા કરતા વધારે સેલ્ફી લેવામાં જ રહેતું હોય છે, તેવામાં સેલ્ફીના અતિરેક પર અંકુશ મૂકવો પણ જરુરી બની રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here