અર્થતંત્રની ખરાબ હાલત પાછળ ઓલા અને ઉબેર કઈ રીતે જવાબદાર?

0
57

ભારતમાં આર્થિક મંદીનો માહોલ છે. આ મંદીની સૌથી વધુ અસર ઓટો ઇન્ડસ્ટ્રી પર જોવા મળી રહી છે. છેલ્લા 10 મહિનાથી આ ઇન્ડસ્ટ્રીમાં વેચાણ ઓછું થઇ રહ્યું છે. આ કારણથી ઓટો કંપનીઓએ પ્રોડક્શન ઘટાડી દીધું છે. આ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદી માટે ઓલા અને ઉબેર જેવી  ટેક્સી એગ્રીગેટર્સને જવાબદાર ગણાવ્યા છે.

મોદી સરકારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આજકાલ લોકો ઓલા-ઉબેરનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી પર બીએસ6 અને લોકોના વિચારમાં આવેલા ફેરફારની અસર પડી રહી છે. લોકો હવે ગાડી ખરીદવાના બદલે ઓલા અને ઉબેરને મહત્વ આપી રહ્યા છે. નાણામંત્રીના આ નિવેદન બાદ લોકો અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે પરંતુ સવાર એ છે કે ઓલા અને ઉબેરનો ઉપયોગ વધ્યો છે તો આ કંપનીઓની સ્થિતિ કેવી છે.

જો ઓલાની વાત કરીએ તો આ લાંબા સમયથી ખોટમાં ચાલી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના મતે નાણાકીય વર્ષ 2018માં ઓલાને 2,842.2 કરોડ રૂપિયાની નેટ ખોટ થઇ હતી. આ અગાઉ નાણાકીય વર્ષમાં ઓલાને 4,897.8 કરોડ રૂપિયાનો નેટ લોસ થયો હતો. જોકે, નાણાકીય વર્ષ 2018માં કંપનીની રેવેન્યૂમાં 61 ટકાનો વધારો થયો અને આ વધીને 1380 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જોકે, દુનિયાભરમાં નુકસાનનો સામનો કરી રહેલી અમેરિકન કંપની ઉબેરને માર્ચ 2018માં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં ભારતમાં સામાન્ય નફો થયો છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ઉબેરને અત્યાર સુધીનું સૌથી મોટું ત્રિમાસિક નુકસાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here