વિડીયો : પાકિસ્તાનના જ ધર્મગુરૂની આગાહી, 4 મહિનામાં દુનિયાના નકશા પરથી ભૂંસાઇ જશે

0
56

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને દુનિયાની સામે જોરદાર હાય તોબા કર્યા પરંતુ તેના રોદાણાં કયાંય કામ આવ્યા નહીં. બધા આગળ ખૂબ કગર્યું છતાંય ઇમરાન સરકારના મંત્રીઓને બધેથી વીલાયેલા મોઢે પાછું આવવું પડ્યું અને ઇજ્જતના ધજાગરા થયા. વૈશ્વિક મંચ પર પણ ઇમરાન ખાન ભારતની સાથો સાથ આખી દુનિયાને યુદ્ધની ધમકી આપી રહ્યું છે તો બીજીબાજુ તેમના જ દેશના એક ધર્મગુરૂએ વાત કરતાં સમગ્ર પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે.

પાકિસ્તાનના પ્રખ્યાત દાર્શનિક અને ધર્મગુરૂ ઇસરાર અહમદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેમાં તેમણે ભવિષ્યવાણી કરી છે કે પાકિસ્તાનની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે અને 2020માં પાકિસ્તાન નામનો કોઇ મુલ્ક રહેશે નહીં. આવનારા ચાર મહિનામાં પાકિસ્તાન કેટલાંય ટુકડાંમાં વહેંચાઇ જશે અને દુનિયાના નકશામાંથી તેનું નામોનિશાન મટી જશે.

તેમણે પાક સરકારની નીતિઓની આલોચના કરતાં કહ્યું કે આવનારા થોડાંક મહિના પાકિસ્તાનની પ્રજા માટે ખૂબ જ ભારે છે. પ્રજા માટે ભારત, પાકિસ્તાન અને આઝાદ કાશ્મીરમાંથી કોઇ એકને પસંદ કરવાનો વિકલ્પ જ રહેશે અને પ્રજા પાકિસ્તાનની દમનકારી નીતિઓની વિરૂદ્ધ ફતવો આપશે અને ભારત તેમજ આઝાદ કાશ્મીરમાંથી કોઇ એકને પસંદ કરવા માટે મજબૂર થશે. એવામાં પાકિસ્તાનનું અસ્તિત્વ મિટવાનું નક્કી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here