પાંચ લાખ મેળવવાની લાલચે મહિલાએ પોતાના પહેરેલા ઘરેણા અજાણ્યાને આપી દીધા- જુઓ વિડીયો

0
32

સુરતના પુણા બુટભવાની વિસ્તારમા એક મહિલાને રુ પાંચ લાખનુ બંડલ આપવાની લાલચ આપી બે શખ્સો રુ 58 હજારની કિમતના સોનાના દાગીના લઇ ફરાર થઇ ગયા હતા.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઇ જતા વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતના પુણા ગામ સીતાનગર ચોકડી પાસે રહેતા હીરાબેન સરવૈયા બપોરના સમયે પોતાના ઘર પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન બે યુવાનો તેમને મળ્યા હતા અને વાતો કરી તેમને રુ પાંચ લાખ આપવાની વાત કરી હતી. આ બંને શખ્સોએ પાંચ લાખના બદલામા તેમના સોનાના ઘરેણા માંગ્યા હતા.

રુપિયાની લાલચમા આવી જઇ હીરાબેનએ પોતાના કાન અને ગળામા પહેરેલા સોનાના દાગીના કાઢી આ બંને શખ્સોને આપી દીધા હતા, જ્યા આ બંને શખ્સોએ કાગળોની ગદ્દી ભરેલુ બંડલ હીરાબેનને આપી નાસી છુટયા હતા. બાદમા રુપિયાનુ બંડલ ખોલતા તેમાથી કાગળની થપ્પી બહાર નીકળતા તેણી ચોકી ઉઠયા હતા. પોતે ઠગોના હાથે છેતરાય ગયા હોવાની ભણક થઇ જતા તેઓએ વરાછા પોલીસ મથકમા આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ કરી બંને આરોપીઓની શોધખોળ હાથ  ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here