ચાલ તને ઘરે ઉતારી જાઉં, કહીને શિક્ષક વિદ્યાર્થીનીને કારમાં લઇ ગયો અવાવરું જગ્યાએ…

0
73

રાજ્ય અને દેશમાં નાની બાળકીઓ પર થતા અત્યાચાર અને અડપલાં અંગે સરકાર દ્વારા કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. તેમ છતાં જાણે હવસખોરોને આ કાયદાનો કોઈ ડર જ નથી. તેમ તેઓ આવા કૃત્ય કરતા અચકાતા નથી , કોઈ અભણ વ્યક્તિ ઘ્વારા આવા કૃત્યોના અનેક કિસ્સાઓ સામે આવે છે, પરંતુ સુરત શહેરમાં તો એક ઉચ્ચતર માધ્યમિક નો કેમેસ્ટ્રી વિષયનો શિક્ષકનો જ પોતાની વિદ્યાર્થીની પર દાનત બગાડતો કિસ્સો સામે આવ્યો છે.

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ પીપરડીવાળા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ ના કેમેસ્ટ્રી ના શિક્ષક કેતન સેલરએ લિફ્ટ આપવાનાં બહાને વિધાર્થીનીને પોતાની વેગેનઆર કારમાં બેસાડી હતી અને કહ્યું હતું કે બસ સ્ટેન્ડ પાસે ઉતારી દઈશ. જેથી વિદ્યાર્થીની શિક્ષક પર વિશ્વાસ કરીને કારમાં બેસી ગઈ હતી. પરંતુ ત્યારબાદ કેતનએ કાર ગૌરવ પથ રોડ પર લઇ ગયો હતો. અને ત્યાં તેને કારમાં જ વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા હતા. જેથી શિક્ષકના આ કૃત્યને જોઈને ડઘાઈ ગયેલીવિદ્યાર્થીની ત્યાંથી ભાગી ગઈ હતી અને પોતાના પરિવારને સમગ્ર હકીહત જણાવતા પરિવાર ઘ્વારા હવસખોર શિક્ષક સામે પોલીસ ફરિયાદ કરી હતી.

પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ આરોપી શિક્ષકને પકડી પાડી જેલ ભેગો કર્યો છે. જયારે વધુમાં પોલીસે આરોપી શિક્ષક સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here